કાળજા કેરો કટકો મારો... સાંભળતા જ રડી પડ્યા સંઘવી
ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થતાં સુરતમાં પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હર્ષ સંઘવી, કાળજા કેરો કટકો ગીત વાગતા રોકી ન શક્યા આંસુ કરીને તેની બહેને ગાયુ ગીત, ગીત સાંભળતા જ દીકરીના પિતા ચોધાર આસુએ રડ્યા, આ દ્રશ્ય જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે…સુરતમાં પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આરોપી ફેનીલ ગોયાણીએ જાહેરમાં દીકરી ગ્રીષ્માનો જીવ લઇ લીધો હતો. આરોપી ફેનીલે એક તરફી પ્રેમમાં પાગલ બનીને દીકરીનો જીવ લીધો હતો. ત્યારે ગઈકાલે કોર્ટે બચાવ પક્ષ અને સરકારી પક્ષ આ ઉપરાંત દીકરી ગ્રીષ્માના પરિવારજનોની હાજરીમાં આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી હતી.આ ઉપરાંત દીકરીના માતા-પિતા એ રડતા રડતા કહ્યું હતું કે, ફેનીલ ને ફાંસીની સજા થવી જોઈએ તે તેના પિતાને મંજુર છે. જ્યારે ગઈકાલે આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ડર દેખાતો નહોતો અને તે હસતા હસતા કોર્ટમાં આવ્યો હતો.અને ગઈકાલે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આજરોજ દીકરી ગ્રીષ્માના ઘરે ધૂન અને કીર્તનનું આયોજન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત સરકારી વકીલ નયન સુખડવાલા અને સ્થાનિક ધારાસભ્ય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીની હાજરીમાં દીકરી ગ્રીષ્માની નાની બહેને “તેરી લાડકી મે” ગીત ગાયું હતું. આ ગીત ગાતા જ ગ્રીષ્માની નાની બહેન, ગ્રીષ્માના પિતા અને તેના બહાર સહિત અન્ય પરિવારના લોકો રડી પડ્યા હતા. આ દરમ્યાન ચારે બાજુ ભાવુક વાતાવરણ થઇ ગયું હતું.આ વાતાવરણમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભાવુક થઇ ગયા હતા. ભાવુક થઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ દીકરી ગ્રીષ્માની નાની બહેનને પોતાના હાથે પાણી પીવડાવ્યું હતું અને દીકરીને છાની રાખવાની કોશિશ કરી હતી. આ ગીત સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.દીકરીના માતા-પિતા અને બહેનને જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. દીકરીના પણ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા. તેમને પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પાણી પાયું છાના રાખવાની કોશિશ કરી હતી.