એક વરરાજા , બે વહુઓ !: કપરાડાના નાનાપોંઢામાં એક જ લગ્નમંડપમાં યુવકના બે યુવતી સાથે લગ્ન , બંને સાથે લિવ - ઇન રિલેશનશિપમાં હતો

કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9 મી મે ના રોજ એક અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે એની ચારેતરફ ચર્ચા ચાલી રહી છે . સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી લગ્નપત્રિકા મુજબ કપરાડાના નાનાપોંઢામાં વરરાજા એક જ મંડપમાં , એક જ દિવસે અને સમયે એકી સાથે બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાશે . એક જ લગ્નમંડપમાં વરરાજા બે યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી લગ્ન પર સૌની મીટ મંડાઇ છે . યુવક - યુવતીઓ લાંબો સમય સાથે પસાર કરે છે નાનાપોંઢામાં રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 10 થી વધુ વર્ષથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહેતા હતા . નયના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા હતા . આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે .બે મહિલા લાંબા સમયથી લિવ - ઇન - રિલેશનશિપ હતી વર્ષોથી આદિવાસી સમાજમાં યુવક - યુવતીઓ લિવ - ઇન - રિલેશનશિપમાં રહ્યાં બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે , પરંતુ કપરાડાના નાનાપોંઢામાં 9 મેએ અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે , જેમાં એક લગ્ન મંડપમાં વરરાજા એકી સાથે બે દુલ્હન સાથે લગ્ન કરશે . બે મહિલા સાથે લાંબા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક બંને મહિલા સાથે લગ્ન કરશે . દહાણુ - બોરડીમાં પણ આવા લગ્ન થયા હતા બે વર્ષ પહેલાં વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ - બોરડી ખાતે એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં . ત્યારે પણ સોશિયલ મીડિયામાં લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ હતી . ત્યારે ફરી નાનાપોંઢામાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશેબાળક થયા બાદ લગ્ન કરાતા હોય છે કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઇએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ - પત્ની તરીકે સાથે રહે છે . બાળક થયા બાદ લગ્ન કરાતાં હોય છે . સમુહ લગ્નમાં પણ બાળકોના માતા - પિતા લગ્ન કરતાં હોય છે . બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અનેક કિસ્સાઓ અત્યારસુધી બની ચૂક્યા છે