સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ કાનજીભાઈ પાટડીયા, ઉ.વ.૪પ, રે. ગોકુલનગર, પાણખાણ, શીવનગર શેરી નં.૧૦, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના દિકરા સતીષના અઢી મહિના પહેલા લગ્ન થયેલ હોય અને પુત્રવધુને ગઈ તા.૧૩-પ-ર૦રરના રોજ પીયરવાળા તેડી ગયેલ હોય અને તા.૧૮-પ-ર૦રરના રોજ આરોપી રામજીભાઈ બચુભાઈ સોલંકી એ ફરીયાદી વિનોદભાઈને ફોન કરીને ફોનમાં ભુંડી ગાળો બોલી તારો દિકરો ઘર માંથી બહાર નીકળી નહીં શકે તેમ મારી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતે ફરીયાદી વિનોદભાઈની પત્ની રંજનબેનને અવાર-નવાર વિચાર આવતા બીક લાગતા ટ્રેનના પાટા પર સુઈ જતા બંન્ને પગ કપાઈ જતા મરણ ગયેલ છે.