આજે પણ જોરદાર પવન અને વાદળછાંયુ વાતાવરણ યથાવતરાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં ઘટાડો યથાવતઃ મિશ્ર વાતાવરણનો માહોલ

 રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર જોરદાર પવન અને વાદળછાંયુ વાતાવરણ આજે પણ યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે ગરમીમાં ઘટાડો યથાવત છે અને મિશ્ર વાતાવરણનો માહોલ છે.સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાની ગતિવિધી શરૂ થઇ ગઇ હોય તેમ વહેલી સવારે કાળાડિબાંગ વાદળોની જમાવટ શરૂ થઇ છછેલ્લા બે દિવસથી પવનનું જોર વધતાં ગરમીનો પારો ઠંડો પડયો છે જો કે, ઉકળાટ અને બફારાના કારણે નગરજનો ત્રસ્‍ત બન્‍યા છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની અંદર પહોંચી ગયો હતો. વહેલી સવારે અચાનક ભેજનું પ્રમાણ વધી જવા પામ્‍યુ છે સાથો સાથ કાળાડિબાંગ વાદળોની હડિયાપટ્ટી શરૂ થતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસુ ઢુકડું હોવાના સ્‍પષ્‍ટ સંકેત મળી રહ્યા છે.
અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્‍યો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, વસલાડ, પાટણ, જેતપુર, રાજકોટનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો વાપીમાં વરસાદી છાંટા પડયા હતા બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો છે. જિલ્લાના સરહદીય વિસ્‍તાર વાવ, થરાદ, સુઇગામ, ભાભર, ધાનેરા સહિતના વિસ્‍તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે.
મોરબી
(પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી :ગુજરાત રાજ્‍યમાં છેલ્લા દિવસોમાં હવામાન વિભાગમાં પલટો જોવા મળી રહ્યો છે જેની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેના પગલે મોરબી જીલ્લામાં પણ હવામાનમાં પલટો અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્‍તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી
મોરબી જીલ્લામાં હવામાનમાં પલટો આવ્‍યા બાદ ભારે પવન ફૂંકાઈ રહયો છે ખાસ કરીને માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદર સહિતના દરિયાઈ વિસ્‍તારમાં ભારે પવનને પગલે ધૂળની ડમરી ઉડી રહી છે જેથી નવલખી બંદર ખાતે પણ કામકાજ પ્રભાવિત થવા પામ્‍યું છે જોકે હાલ કોઈ નુકશાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.