વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે . આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજે પાંચ વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે . આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો . બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો . શહેરના ઢેબર રોડ , યાજ્ઞીક રોડ , યુનિવર્સિટી રોડ , જંક્શન , 150 ફૂટ રિંગ રોડ , કાલાવડ રોડ , આજીડેમ , મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા . આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં 4 MM , વેસ્ટ ઝોનમાં 0 MM અને ઇસ્ટ ઝોનમાં 13 MM વરસાદ નોંધાયો છે .