કચ્છથી નિકળેલો ૧ લાખનો દારૂ માળિયા પાસેથી પકડી લેવાયો માળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ , પોલીસની ટીમ માળિયા પાસે હોનેસ્ટ ચેકપોસ્ટ પાસે ચેકીંગ કરી રહી હતી તે વેળાએ બાતમી મળી હતી કે સફેદ કલરની જામનગર પાસિંગ કાર દારૂનો જથ્થો ભરી કચ્છ તરફથી માળિયા તરફ આવી રહી છે.ત્યારે બાતમી મુજબની કાર આવતાં તેની તપાસ કરતા કારમાંથી રૂ .1,09,500 ની કિંમતના વિદેશી શરાબની 264 બોટલો મળી આવતાં રાજકોટના પૃથ્વીરાજ ગુણવંતભાઇ બગીયાની અટક કરી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ .4,19,500 નો મુદ્દામાલ જપ્ત કરી કચ્છમાં ક્યાંથી જથ્થો ભરાયો અને રાજકોટ ક્યાં લઈ જઈ રહ્યો હતો તે બાબતે પુછપરછ હાથ ધરાઇ હતી