દ્વારકામાં મંદિર ટ્રસ્ટી દ્વારા અશોભનીય વાણી વિલાસ સામે રોષ
ગુગ્ગળી 505 બ્રહ્મસમાજમાં આક્રોશ , આવેદન યાત્રાધામ બેટ દ્વારકામાં તાજેતરમાં બેટ દ્વારકા મંદિરના એક ટ્રસ્ટી દ્વારા પુજારી બ્રાહમણો વિશે ઓશોભનીય વાણી વિલાસ કર્યો હોવાના મુદદે દ્વારકા અને બેટ દ્વારકા ગુગળી 505 બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જાગ્યો હતો અને આ મુદદે પ્રાંત કચેરીએ આવેદન પણ પાઠવાયુ છે . યાત્રાધામ બેટ દ્વારકામાં બેટ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટી સાથે અમુક મહેમાનો દર્શનાર્થે આવ્યા હતા જે સમયે ટ્રસ્ટી સમીરભાઇ પટેલે પુજારી બ્રાહ્મણો વિશે અશોભનીય વાણી વિલાસ કરતા અયોગ્ય શબ્દ પ્રયોગ કર્યાના મુદદે બ્રહ્મસમાજના આગેવાનો - લોકો એકત્ર થયા હતા . અશોભનીય વાણી વિલાસ સામે બ્રહ્મસમાજમાં ભારે આક્રોશ છવાયો હતો . જયારે દ્વારકા અને બેટ ગુગ્ગણી 505 બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ભભૂકયો હતોઆ અંગે બેટ દ્રારકાનાં વેપારી અગ્રણીએ સરકાર અને જવાબદાર તંત્રને સ્થિતિનો ચિતાર આપતો પત્ર લખીને ઘટતું કરવા રજુઆત કરી હોવાનુ સામે આવ્યુ છે.ગત તા .29 મી એપ્રિલના બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીર પટેલ તથા અન્ય એક દ્વારા બેટ 505 ગૂગળી બ્રાહ્મણ સમાજના લોકોને ચોર કહ્યા હોવાના મુદદે શનિવારે ભૂદેવો દ્વારા વિરોધ દર્શાવી તેનુ રાજીનામુ તથા સમાજની માફી માગવા જણાવ્યું હતું . જયારે મંદિરમાં નિત્યક્રમ અને ગોરપદુ કરતા ભૂદેવોને ચોર કહેતા વાત વણસી હતી . જે મુદ્દે ગુગળી બ્રાહ્મણો દ્વારા દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું .