લીંબુ,ટામેટા બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગનો જાયે તો જાયે કહાં જેવો ઘાટ

શહેરમાં લીંબુ બાદ હાલમાં ટામેટા ના ભાવ બમણા થતાં ગૃહિણીઓ નું બજેટ ખોરવાયું હતું સાથે સાથે હાલમાં બીજી વખત રાંધણ ગેસના ભાવ માં પણ વધારો થતાં મધ્યમ ગરીબ વર્ગના પરિવારોની હાલત બગડી છે
પેટ્રોલ ડીઝલ,તેલ બાદ રાંધણ ગેસ અને શાકભાજી સહિતની જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓના ભાવ વધતા મધ્યમ,ગરીબ વર્ગ આર્થિક રીતે પડી ભાંગ્યો હોય તેવી હાલતમાં મુકાયો છે માટે સરકાર a તમામ વધતી મોંઘવારી પર કંટ્રોલ કરી મધ્યમ,ગરીબ વર્ગના લોકોને મુશ્કેલી માથી બહાર કાઢે તેવી લોકો આશા સેવી રહ્યા છે