ગૂગલ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું સર્ચ એન્જિન છે. મગજમાં જે પણ સવાલ આવે છે, તેનો જવાબ આપણે ગૂગલ પર મેળવી શકે છે. કહેવામાં પણ આવે છે ગૂગલ પાસે દરેક સવાલનો જવાબ હોય છે. દર વર્ષે ગૂગલ તેના સર્ચ રિઝલ્ટ્સનો એક રિપોર્ટ જાહેર કરે છે. ગત વર્ષનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં યુવતીઓના ઇન્ટરનેટ યુઝ કરવા મામલે કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કુલ 15 કરોડ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓમાંથી ભારતમાં લગભગ 6 કરોડ યુવતીઓ હવે ઓનલાઈન છે અને રોજિંદા જીવનને સારું બનાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત યુવતીઓ ગૂગલ પર શું સર્ચ કરે છે તે જાણકારી ખુબ જ રસપ્રદ હશે. આવો જાણીએ...
સૌથી વધારે સર્ચ કરે છે કરિયરથી જોડાયેલી જાણકારી
રિપોર્ટ અનુસાર, યુવતીઓ નાનપણથી એમ્બિશયસ છે તેઓ તેમના કરિયર પર સૌથી વધારે ધ્યાન આપે છે. આવી છોકરીઓ ઇન્ટરનેટ પર તેના સંબંધિત જાણકારીઓ સર્ચ કરે છે. જેમ કે, તેમન કઈ દિશામાં કરિયર બનાવવું જોઇએ અથવા કયો કોર્સ અથવા સબ્જેક્ટ પસંદ કરવો જોઇએ.
વધારે કરે છે ઓનલાઈન શોપિંગ
આ ઉપરાંત યુવતીઓ ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર જઈ કપડાની ડિઝાઈન, નવું કલેક્શન્સ, ઓફર્સ વિશે ઇન્ટરનેટ પર વધારે સર્ચ કરે છે. આ વાત પહેલા પણ ઘણા રિસર્ચમાં સામે આવી છે.
બ્યુટી ટિપ્સ માટે કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ
યુવતીઓ સુંદર અને સૌથી અલગ દેખાવાનું ઘણું પસંદ કરે છે. આ માટે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. યુવતીઓ સૌથી વધારે ફેશન, ટ્રેન્ડ્સ,