આટલું કરવું છે જરૂરી વરસાદની મોસમમાં આકાશીય વીજળીથી બચવા શું કરશો.? આ માહિતી દરેક માટે ઉપયોગી છે

હાલમાં વર્ષાઋતુમાં અનેક સ્થળોએ વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે
જ્યારે ઘરની અંદર હોવ ત્યારે
• વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું.
તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરશો
બારી બારણા અને છતથી દૂર રહેવું.
• વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું
ધાતુથી બનેલા પાઈપ, નળ, કૂવારો, વૉશબેશીન વિગેરેના સંપર્કથી દૂર રહેવું
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો
ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે
બાંધવાનું ટાળવું.
આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઇ જવું
મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છત વાળા મકાનમાં આશ્રય મેળવવો
મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહો. પાણોમાં હોવ તો બહાર આવી જાઓ
ધાતુની વસ્તુઓનો બહાર ઉપયોગ ન કરો. ધાતુની વસ્તુઓ જેવી કે બાઇક, ઇલેક્ટ્રીક કે ટેલીફોનના
થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.
વીજળી પડવાની શકયતાઃ
જો તમારા માથાના વાળ ઉભા થઇ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહિ અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં
વીજળી ઇલેકટ્રીકથી શોક લાગ્યા પછી
લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યક્તિને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા
મેઇન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
કરંટ લાગનાર વ્યક્તિ દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું
કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડોક્ટરને જાણ કરવી