દ્વારકા પોલીસનું મોટું ઓપરેશન, ઓખામંડળની જાણીતી બિચ્છુ ગેંગ ફરતે ગુજસીટોકનો ગાળીયો

દ્વારકા એસ.પી.નીતેશ પાંડેયના માર્ગદર્શનમાં ગેંગના ૧૧ને તો ઉપાડી પણ લેવામાં આવ્યજામનગરમાં ગુજસીટોક હેઠળ ન્ક્ક્ક્ર કાર્યવાહી કર્યા બાદ દેવભૂમિ દ્વારકા એસપી નીતેશ પાંડેયના વડપણ હેઠળની ટીમે દેવભૂમિ દ્વારકામાં પણ ગુજસીટોકનો પ્રથમ કેસ કરી કુખ્યાત બિચ્છુ ગેંગના સુત્રધારો ફરતે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.દ્વારકા, ઓખા મંડળ, મીઠાપુર વિસ્તારમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય સાગરીતો વિરૂધ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે,ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બનેલ છે. જેના માધ્યમથી તેઓ ગેરકાયદેસર સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ મહતમ હોવવાથી જેની અર્થતંત્ર ઉપર પ્રતિકુલ અસર થઇ રહેલ હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખા હોવાથી તેઓ નારકો-ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે. જેથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે સન ૨૦૧૫ના વર્ષ દરમ્યાન ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પસાર કરી તેની રચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના તરફથી મળેલ માર્ગદર્શન અને સુચના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની રાહબરી હેઠળ સ્થાનિક તેમજ એલ.સી.બી.ની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલઆ ગુપ્ત રાહે કરવામાં આવેલ વર્કઆઉટ આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા આશરે ૧૫ વર્ષ ઉપરાંતથી લાલુભા સાજાભા સુમણીયા, વનરાજભા પાલાભા સુમણીયાનાઓની સીન્ડીકેટ હેઠળ એક બિચ્છુ ગેંગ કાર્યરત હોવાનુ ધ્યાને આવેલ, જેઓ એક ઓર્ગેનાઇઝડ કાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવુ વિગેરે તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે જુગાર તથા પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી દ્વારકા, મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ (Proceeds of crime) મેળવતા હોવાનુ જણાઇ આવતા મીઠાપુર પોલીસ સ્ટેશન ગુન્હો નોંધવામાં આવેલ હતો જે ગુનાના કામના આરોપીઓમાં મુખ્ય સુત્રધાર તથા તેના અન્ય સાગરીતો સહિત બીજા આરોપીઓ બિચ્છુ ગેંગના હોવાનુ જણાઇ આવતા જે બાબતે હાથ ધરવામાં આવેલ ગુપ્ત ઇન્કવાયરીના અંતે ઉપરોકત ગુનાના કામે તા. ૨૫/૬/૨૦૨૨ના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) - ૨૦૧૫ ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩(૪),૩(૫) હેઠળ કુલ ૧૨ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ગુનાના કામના કુલ ૧૦ આરોપીઓ સહિત અન્ય બીજા ર આરોપીઓ મળી કુલ ૧૨ આરોપીઓ લાલુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા.દેવભૂમિ દ્વારકા, વનરાજભા પાલાભા સુમણીયા રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, હાજાભા પાલાભા સુમણીયા રહે, કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, જગદિશભા હનુભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, સાજાભી માનસંગભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, રાજેશભા માલામા સુમણીયા રહે. રાંગાસર તા,દ્વારકા, નથુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, માપભા વીરાભા સુમણીયા રહે. ખતુંબા વાડી વિસ્તાર હાલ રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, માનસંગભા ધાંધામા માણેક રહે. આરંડા ગામ પાણીના ટાંકા પાસે તા.દ્વારકા, માનસંગભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, માલાભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા.દ્વારકા, કિશન ટપુભા માણેક રહે. વસઇ તા. દ્વારકાનાઓની આ ગુજસીટોકના કાયદા મુજબ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જે પૈકી સીન્ડીકેટના મુખ્ય સુત્રધાર સહિત કુલ ૧૧ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે જયારે ૧ આરોપી કિશન ટપુભા માણેક અગાઉથી પકડાઇ ચુકેલ છે, જેની આગળની વધુ તપાસની કાર્યવાહી હિરેન્દ્ર ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકાનાઓ ચલાવી રહેલ છે.મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ઘણા નોકરીયાત તથા ધંધાર્થીઓ મહેનત મજુરી કામ કરતા આવેલ છે. જેમાં ઘણા બધા કોન્ટ્રાકટરો- પેટા કોન્ટ્રાકટર તરીકે કાર્યરત છે જે પૈકી મોટા ભાગના કોન્ટ્રાકટરો તથા ધંધાર્થીઓ હોવાથી આ બિચ્છુ ગેંગના લોકો તેઓને સરળતાથી ડરાવી ધમકાવી તેઓ પાસેથી મોટી મોટી ખંડણીની વસૂલી કરતા આવેલ છે. આ પ્રકારના ધંધાર્થીઓ સહિત બીજા સ્થાનિક લોકોને પણ આ ગેંગ તરફથી ખૂબ જ ત્રાસ રહેલ હતો. તેઓ પોતાનું વર્ચસ્વ કાયમી ટકાવી રાખવા સારૂ આ પ્રકારના નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી તેઓ પાસેથી ખંડણી પેટે પૈસા પડાવવા, તેઓની સાથે ઝઘડો કરવો, તેઓને માર મારવો, તેનો વિડીયો ઉતારવો વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવૃતિ તેઓ આચરતા રહેલ હતા.જેનાથી આ બિચ્છુ ગેંગનો સ્થાનિક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડરનો ખૌફ રહેલ હતો. આમ ઉપરોકત બિચ્છુ ગેંગને અંકુશમાં લઇ નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નના ભાગરૂપે બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓ વિરૂધ્ધમાં ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં તેમજ તેઓને ઝડપી પાડી સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત વર્કઆઉટની કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એલસીબી જે.એમ. ચાવડા, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, પીએસઆઈ એસ.વી.ગળચર, પીએસઆઈ એફ.બી.ગગનીયા તથા એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ કર્મચારીઓ વગરે દ્વારા કરવામાં આવી છે.