ગઇકાલે બપોરે શરૂ થયેલ વરસાદ સાંજ સુધીમાં પોરબંદર ર૮ મીમી (૩૩ મીમી) રાણાવાવ પ૪ મીમી (પ૯ મીમી) કુતિયાણા ર૯ મીમી (૪પ મીમી) ખંભાળા જળાશય વિસ્તાર ૩૦ મીમી ફોદાળા જળાશય વિસ્તાર ૪ર મીમી વરસાદ નોંધાયેલ છે.
પોરબંદર જિલ્લામાં ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદના આગમન સાથે ત્રણ સ્થળે વીજળી પડતા રાણાવાવના ભોદગામે બળદનું મૃત્યુ થયેલ. રાણાકંડોરાણામાં ૧ ભેસનુ મૃત્યુ તથા કુતિયાણામાં ર ભેંસના મૃત્યુ થયેલ હતા. માધવપુર ઘેડમાં ગઇકાલે દિવસ દરમિયાન એક ઇંચ તથા ઘેડ પંથકમાં સરેરાશ ૧ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં ગુરૂત્તમ ઉષ્ણતામાન ૩૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ર૪.૬ સે.ગ્રે ભેજ ૮૦ ટકા, હવાનું દબાણ ૧૦૪.૭ એચ.પી.એ. સુર્યોદય ૬.૧૦ તથા સુર્યાસ્ત ૭.૩૭ મીનીટે