કાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તે પહેલા હાર્દિક પટેલના ગાંધીનગરમાં આંટાફેરાથી ભારે ચર્ચારાજધાનીમાં પદાધિકારીઓ સાથે બેઠક પણ કરીઃ ફોટા સોશ્‍યલ મીડિયામાં વાયરલ

હાર્દિક પટેલ કાલે તા.2ને બુધવારે ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાય તે પહેલા તેના ગાંધીનગરમાં આંટાફેરા વધતા ભારે ચર્ચા જાગી છે.
આખરે હાર્દિક પટેલ કેસરિયા કરી રહ્યા છે. કોંગ્રેસમાં રાજીનામું આપ્યાના 16 દિવસ બાદ હાર્દિક ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો કે, કોંગ્રેસ છોડ્યાના તરત બાદ જ CAA, NRC અને રામ મંદિર પર નિવેદન આપી હાર્દિકે આડકતરી રીતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી જ દીધું હતું. અને હવે તે આધિકારીક રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે, હાર્દિક પટેલ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાવવાનો છે. ભાજપમાં જોડાવતા પહેલા હાર્દિક પટેલે ગાંધીનગરમાં પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકનો ફોટો સામે આવ્યો છે.
આજે હાર્દિક પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપમાં જોડાયા પહેલા હાર્દિક પટેલના ગાંધીનગરમાં આંટાફેરા વધી ગયા છે. ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય પર હાર્દિક પટેલ આજે પહોચ્યો હતો અને ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હાલ એવું જાણવા મળી રહ્યું છે કે હાર્દિક પટેલે મેયર અને શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે ભાજપમાં જોડાવાના આયોજન સંદર્ભે મુલાકાત હોવાનુ મનાય છે.
જો કે, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખને ભાજપમાં શહેરના હોદ્દેદારો સાથે મુલાકાત કરી આયોજન કરવુ પડે છે. ભાજપમાં જોડાયા પહેલા હાર્દિક પટેલની ગાંધીનગરમાં પદાધિકારીઓ સાથે બેઠક રાજકીય રીતે પણ ખાસ માનવામાં આવે છે. ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલયના હોદ્દેદારો સાથે હાર્દિક પટેલની બેઠક ઘણું બધુ કહી જાય છે.
નોંધનીય છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો આખરે અંત તો આવી ગયો છે. બીજી જૂને હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્