"બ્લુ ફ્લેગ" બીચથી જાણીતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના શિવરાજપુર બીચ પર ૩૦ જુલાઈ સુધી ન્હાવા માટે પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા ક્લેક્ટર દ્રારા જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે બ્લુ ફ્લેગ બીચ થી જાણીતા દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવતા મુલાકાતીઓ 1/6/22 થી 30/7/22 સુધી ન્હાવા ની મજા લઇ શકાશે નહીં.ન્હાવા માટે ખાસ જાણીતા આ બીચ પર રોજે બહોળી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે ત્યારે હવે વરસાદી ઋતુમાં દરિયા નો પ્રવાહ તોફાની થતાં અનીચ્છનીય ધટના ના બને એ હેતુથી ક્લેક્ટર દ્રારા બીચ પર ન્હાવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું