દેવભૂમિ દ્વારકા જિલ્લામા લાંબા સમય પછી કોરોના કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના ૨૪ વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ યુવકના સંપર્કમાં આવેલા અન્ય કોઈને પોઝિટિવ છે કે નહીં તે માટે સેમ્પલ લેવાની અને કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ મીઠાપુર વિસ્તારમાં કોરોના એન્ટ્રી થતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ જિલ્લામાં છેલ્લા કેટલાક લાંબા સમયથી કોરોના સ્કેટિંગ નીલ આવી રહ્યા હતા જે બાદ આજરોજ એક મીઠાપુર વિસ્તારમાં ૨૪ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવના રિપોર્ટ બહાર આવતા હાલ આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે આ યુવક હાલ ખાનગી સારવાર લઈ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે આમ દ્વારકા જિલ્લામાં ફરીથી કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે