દેવભૂમિમાં પ્રાથમિક શાળામાં 121 શિક્ષકોની ભરતી માટે સંબંધિતોને નિમણુંક અપાઈ હતી.જિલ્લામાં શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર તથા બીઆરસીઓ અધિકારી પંકજસિંહ રાણા સહિતની ઉપસ્થિતિમાં જુદી જુદી પ્રાથમિક શાળામાં ખાલી પડેલી જગ્યાઓમાં 121 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી .
જે પ્રક્રિયા અંગર્તત રૂબરૂ હાજર થવામાં 121 માંથી 15 ગેરહાજર રહ્યા હતા . જયારે એક ઉમેદવારે અનિચ્છા દર્શાવતા 105 શિક્ષકોને હુકમો આપવામાં આવ્યા હતા . આ તમામ શિક્ષકો હવે તા . 20 ના હાજર થશે . જિલ્લામાં જુદી જુદી 597 શાળામાં 600 શિક્ષકોની ખાલી જગ્યા ખાલી હતી . જેની સામે 300 પ્રવાસી શિક્ષકો નિમાયા છે તથા નવા 105 શિક્ષકો નિમાતા 400 જેટલા શિક્ષકો હાલ ફરજ પર આવશે . જેથી શિક્ષણનું સ્તર પણ સુધરશે તેવી અપેક્ષા દર્શાવાઈ રહી છે .