તેમના મતે મોંઘવારીનો ઊંચો દર જલ્દીથી છૂટશે નહીં અને તેના કારણે વિશ્વના ગરીબ દેશોમાં વધુ ૭૦ કરોડ લોકો અત્યંત ગરીબીની ઝપેટમાં આવી જશે.
તેમણે બ્લોગમાં વધતી જતી મોંઘવારી અને ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કેટલાક દેશો દ્વારા ખાદ્યપદાર્થો પર પ્રતિબંધના કારણે ખાણી-પીણીની સમસ્યા વધશે. મોટાભાગના ગરીબ દેશો પાંચ ટકાથી વધુ ફુગાવાના દરનો સામનો કરી રહ્યા છે અને આવનારા સમયમાં તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, જેના કારણે ઘણા દેશોમાં સમાજના સ્તરે અસ્થિરતા જોવા મળી શકે છે.
IMFના વડાના જણાવ્યા અનુસાર, આ સમયે વિશ્વ માટે સૌથી મોટી ચિંતા વધી રહેલો મોંઘવારી દર છે. IMFના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૨ દરમિયાન વિકસિત દેશોમાં મોંઘવારી દર ૫.૭ ટકા રહી શકે છે. તે જ સમયે, વિકાસશીલ દેશોમાં ફુગાવાનો દર ૮.૭ ટકા હોઈ શકે છે.