પાકિસ્તાનમાં આકરી મોંઘવારી વચ્ચે પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરનાં ઘરેથી બકરો ચોરાયો !

કામરાન અકમલ ઈદની કુરબાની માટે બકરાની કરી હતી ખરીદી : બકરા ચોરાય નહીં તે માટે રાખેલ ગાર્ડની નજર ચૂકવી તસ્કરો બકરો લઈ ફરારપાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મૂકી છે. ત્યારે મોંઘવારી વચ્ચે ઈદની કુરબાની માટે પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર કામરાન અકમલ એક બકરો લાવ્યા હતા. પરંતુ ઈદની ઉજવણી થાય તે પહેલા જ તસ્કરોએ કામરાન અકમલનાં ઘરેથી બકરાની ચોરી કરતાં હંગામો મચ્યોક્રિકેટરે ઈદની કુરબાની માટે ખરીદેલા તમામ બકરા કોઈ ચોરી ગયુ છે. હેરાન કરનારી વાત એ છે કે, બકરા ચોરાય નહીં તે માટે એક ગાર્ડ પણ રાખવામાં આવ્યો હતો.આમ છતા તસ્કરો બકરા ચોરવામાં સફળ થયા છે.
પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે 6 બકરા ખરીદવામાં આવ્યા હતા અને તેમને અકમલના ઘરની બહાર બાંધવામાં આવ્યા હતા. સવારે ત્રણ વાગ્યે બકરાની દેખરેખ રાખવા માટે મુકાયેલા ગાર્ડને ઉઁઘ આવી ગઈ હતી અને તે સમયે કોઈ બકરા ચોરી ગઈ હતી. કામરાન અકમલે બકરા ખરીદવા માટે 90000 રૂપિયા ખર્ચયા હતા.
અકમલ જ્યાં રહે છે તે સોસાયટીમાંથી બકરા ચોરાયા બાદ હવે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. અકમલ પાકિસ્તાનના જાણીતા ક્રિકેટરો પૈકીનો એક છે. તેના નામે વનડેમાં 3236 રન અને ટેસ્ટમાં 2648 રન છે.