: દેવભૂમિ દ્વારકાનો ઓખાથી નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રસ્તો છે આ !, યાત્રીકોની અવરજવરવાળા માર્ગની બદતર હાલત
દેવભૂમિ દ્વારકામાં ત્રણ મોટા તીર્થ સ્થળ આવેલા છે અને રોજ હજારો યાત્રિકો અહીં દ્વારકાધીશ મંદિર , બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિલિંગ , ગોપી તળાવ સહિતના ફરવાલાયક સ્થળોએ આવે છે . જો કે , આ પર્યટકોને યાત્રાધામની સાથે જોડી રાખતા અહીંના માર્ગ સાવ ખખડધજ બન્યા છે . માત્ર કાગળ પર જ બનાવીને સંતોષ માની લેવાયો ઘણા રસ્તાઓ તો માત્ર કાગળ પર જ બનાવીને સંતોષ માની લેવાયો છે , જેના પગલે અહીંના ગ્રામજનો અને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે . બેટ દ્વારકાથી નાગેશ્વર જ્યોતિલિંગને જોડતો રસ્તો જે બેટ દ્વારકાથી લઇ આરંભડા ગામ અને પાડલી ગ્રામ્ય વિસ્તારથી લઇને છેક નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડે છે , એની હાલત પણ અત્યંત બદતર બની છે .વરસાદી માહોલના લીધે અકસ્માત થાય તેવી ભીતિ અહીથી રોજેરોજ ગ્રામજનો અને યાત્રાળુઓ મળીને હજારો લોકો અવરજવર કરે છે પણ , તંત્ર દ્વારા સમયાંતરે માત્ર થાગડથીંગડ કરીને જ સંતોષ માની લેવામાં આવે છે , આથી થોડા જ સમયમાં વળી પાછી એની એ જ હાલત થઈ જાય છે . આવી સ્થિતિમાં વરસાદી માહોલના લીધે અકસ્માત પણ થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે .