દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સાનીડેમ પાસે આવેલા પુલ પર મગર દેખાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.રોડ પર મગર દેખાતા વાહચાલકો એ રોડ પર ગાડીઓ ઉભી રાખી દીધી હતી.મગર રોડ પર પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠો હોઈ તેવો વિડિઓ સામે આવ્યો છે.સાનીડેમ નું સમારકામ ચાલતું હોઈ જેથી મગર રોડ પર આવી પહોંચ્યો હોવાની શક્યતા છે.સ્થાનિકોને મગર દેખાતા વન વિભાગ ને જાણ કરી હતી.મગર દેખાતા કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર રાવલ સહિત આસપાસના લોકો મા ભય નો માહોલ ફેલાયો છે.