60 કલાક બાદ ગુલ થયેલી વીજળી પૂર્વવત , છાશવારે સર્જાતી સમસ્યા • જન્માષ્ટમી પર્વ પૂર્વે વીજ ધાંધિયાથી લોકો - વેપારીઓમાં આક્રોશ યાત્રાધામ બેટ દ્વારકામાં જન્માષ્ટમી પૂર્વે હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો આવી રહ્યા છે ત્યારે અવાર નવાર સર્જાતી વીજળીની સમસ્યા નાગરિકો અને યાત્રિકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે . યાત્રાધામ બેટ દ્વારકામાં વિજ પુરવઠો ઠપ્પ થયા બાદ અઢી દિવસ પછી મંગળવારે સાંજે કરી પુર્વવત થયો હતો.જોકે , અવાર નવાર થતી વિજ સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે .લગભગ દશ હજારની વસ્તી ધરાવતુ બેટ દ્વારકા ચારેકોર સમુદ્રથી ઘેરાયેલું છે.વીજળી સમુદ્રમાંથી કેબલ દ્વારા pgvcl આપી રહ્યું છે.હવે માછીમારોની સિઝન શરૂ થતા વારંવાર માછીમાર બોટની આવ જ થતાં જે ઓખાથી બેટ કેબલ જઈ રહ્યો છે તેને માછીમારોની બોટો વારંવાર ક્ષતિ પહોંચાડી રહી છે . જ્યારે કેબલ ટૂટે છે ત્યારે તેને રિપેર કરવામાં સમુદ્ર હોવાથી કલાકનો સમય નીકળી જાય છે . બેટ દ્વારકામાં છેલ્લા બે ત્રણ દિવસથી લાઈટ ન હોવાથી સ્થાનિક લોકો અને બહારથી આવતા યાત્રાળુઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે . ખાસ કરી બેટ દ્વારકાના ઠંડા પીણાના વેપારીઓ અને વિદ્યુત ઉપર ચાલતા ધંધાર્થીઓ ને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે . અવાર નવાર ક્ષતિ સર્જાતા વીજળી ગુલ થતા લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે .મચ્છરોની ઉપદ્રવ , ગરમીથી લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.હજી તો ચાર દિવસ પેલા જ બે દિવસ લાઈટ બંધ હતી.જે બાદ ફરી અઢી દિવસ સુધી વિજ પુરવઠો ગુલ થયો હતો.હાલ વિજ પુરવઠો પુર્વવત થયો છે.જોકે , જન્માષ્મી પર્વે હજારો યાત્રિકો દર વર્ષે દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ફરી વિજ પુરવઠો ના અવરોધાય એમ સ્થાનિકો ઈચ્છી રહયા છે .