કેજરીવાલે દ્વારકાનાં એનડીએચ મેદાનમાં તોતિંગ જાહેરસભા સંબોધી હતી અને રોજગારી ભથ્થું, મફત વીજળી તથા ભરતી પરીક્ષાઓ અને સરકારી ભરતીઓ તથા ખેડૂતો સંબંધી વિવિધ ગેરંટી ની જાહેરાતો કરતાં અને આમ આદમી પાર્ટી બોલેલું પાળી દેખાડે છે એવી ખાતરી આપતાં અને ઉદાહરણો સાથે સમજાવતાં દ્વારકા અને હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેજરીવાલની આ તોતિંગ જાહેરસભા ચર્ચાનો વિષય બની છે. કેજરીવાલની આ જંગી જાહેરસભામાં અંદાજે આઠેક હજાર લોકો ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ સભામાં લોકો ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં જ કેજરીવાલ જામનગરની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. જેને પરિણામે સમગ્ર હાલારમાં કેજરીવાલનું તથા આમ આદમી પાર્ટીનું નામ લોકચર્ચાનો મુખ્ય અને આકર્ષક મુદ્દો બન્યો છે.
જામનગર-હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેજરીવાલની ગંભીર નોંધ લેવાઈ રહી હોય શાસકપક્ષ સહિતના રાજકીય પક્ષોમાં ચોક્કસ પ્રકારના ગભરાટની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણકારો