ખંભાળીયા,તા. ૨૨ : પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જન્માષ્ટમી તહેવાર નીમીતે શ્રી દ્વારકાધીશ મંદીરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે, માટે ચોરીના બનાવો બનતા અટકાવી તેના વીરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કે.કે. ગોહીલ, પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી. તથા પી.સી.સીંગરખીયા ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. ,દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.જે અનુસંધાને એસ.વી.ગળ ચર, પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. તથા બી.એમ. દેવમુરારી, પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. દ્વારા દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.તથા એલ.સી.બી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી દ્વારકાધીશ મંદીર તથા આજુબાજુમાં તમામ શંકાસ્પદ જગ્યાઓ, હોટલો, ગેસ્ટ હાઉસ, શંકાસ્પદ હીલચાલ ધરાવતા ઇસમોના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવમાં આવેલ હતી. દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. મહંમદભાઇ યુસુફભાઇ બ્લોચ તથા એ.એસ.આઇ. ઇરફાનભાઇ આદમભાઇ ખીરાને હકીકત મળેલ કે, દ્વારકા ખાતે આંધ્ર પ્રદેશ રાજયની ચોર ટોળકી અને આ ટોળકીના મોબાઇલ નંબર મળેલ હતા જે હકીકત આધારે ફિઝીકલ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ કરી ઉપરોક્ત હકીકત મુજબના શંકાસ્પદ ઇસમોની હીલચાલ દ્વારકા બસ સ્ટેશન પાસે હોવાનુ જણાઇ આવેલ જેથી એસ.ઓ.જી.સ્ટાફની અલગ-અલગ ટીમો તથા દ્વારકા પોલીસ સ્ટેશનના મહીલા પોલીસ કર્મચારી સાથે રાખી તપાસ કરતા અન્ય રાજયના છ પુરૂષ તથા બે મહીલાઓ ટોળુવળી બેસેલ હતા જેઓ તમીલ/તેલુગુ જેવી ભાષામાં વાત કરતા હોય જેથી તુરત જ ટોળકીને કોર્ડન કરી તપાસ કરતા કુલ કિ.રૂ. ૧,૫૮,૦૦૦/- ની ચલણી નોટો, મોબાઇલ ફોન નંગ- ૮ કુલ કિ.રૂ.૩૯૦૦૦/- તેમજ અલગ અલગ બેંકના એ.ટી.એમ. કાર્ડ / ક્રેડીટ કાર્ડ નંગ- ૧૦ મળી આવેલ આમ, કુલ ૧૯૭૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.
જે મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી યુક્તી-પ્રયુક્તીથી ઇન્ટ્રોગેશન,ટેક્નીકલ વિગતો તેમજ બેંકની વિગતોની ઝીણવટ ભરી રીતે તપાસ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને એકબીજાની મદદગારી કરી દ્વારકામાં અલગ અલગ તારીખે પોકેટ ચોરી તથા રોકડ રકમની ચોરીઓ કરેલ હોવાનુ અને ચોરી કરેલ રૂપીયા કેશ ડિપોઝીટ (એ.ટી.એમ.) મશીનના ઉપયોગથી પોતાના અલગ-અલગ ખાતામાં જમાં કરાવ્યા અંગેની કબુલાતો આપેલ છે,