સ્ક્રીન વાળા એન્ડ્રોઇડ મોબાઇલના પ્લેસ્ટોરમાં ઇન્સ્ટન્ટ લોનની કેટલીય એપ્લીકેશનો હોય છે.તેમાંથી લોનની કોઇપણ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરીને માત્ર રૂ.3500/- થી રૂ.5000/-ની લોન મળતી હોય છે.આ ઇન્સ્ટન્ટ લોનની કોઇપણ એપ્લીકેશન ઓપન થતાં પહેલાં ફોનમાં સેવ કરેલ All Contact List. Messages, Photo-Video Gallery, Location, Camera ની Allow (હું સંમત છું) ની પરમીશન માગી લે છે. તે Allow ઉપર ક્લીક કરતાંની સાથે જ મોબાઇલમાં સેવ તમામ મોબાઇલ નંબરોનું લીસ્ટ, ફોટો-વિડીયો ગેલેરી, મેસેજ હિસ્ટ્રી, લોકેશન હિસ્ટ્રી અને કેમેરાના એક્સેસ પાવર તે એપ્લીકેશનના સર્વરમાં સ્ટોર થઇ જાય છે અને અસલી ગેમ શરૂ થાય છે..
આ ઇન્સ્ટન્ટ લોન એપમાં આધારકાર્ડ અને બેંક ડિટેઇલ સબમીટ કર્યા બાદ માગણી કરેલ લોનની રકમ તરત જ બેંક ખાતામાં જમા થઇ જાય છે અને પછી તરત જ તે રકમ વ્યાજ સાથે ભરપાઇ કરવા તેના મોબાઇલ નંબર ઉપર કોલ આવવાના શરુ થઇ જાય છે. તેઓની પાસે આપણા તમામ ફોટા-વિડીયો, કોન્ટેક્ટ નંબરો તેમજ લોકેશનની માહિતી હોવાથી તે ફ્રોડ લોકો લોનની રકમ ભર્યા બાદ પણ બ્લેકમેઇલ કરીને વધુ રકમ ભરવા માટે દબાણ કરે છે અને જો રકમ ના ભરે તો તેણે સેવ કરેલ કોન્ટેક્ટ લીસ્ટના તમામ માણસોને વોટ્સએપ મેસેજમાં ખૂબ જ ખરાબ ફોટો બનાવીને મોકલે છે અને પૈસા પડાવતા હોય છે..
જો આવી રીતે પ્લેસ્ટોર દ્વારા ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન ફ્રોડનો શિકાર બને અને ફ્રોડ કોલ કરનાર ગમે તે રીતે દબાણ કરે તો પણ કોઇ રકમ ભરવી નહી. પોતાના કોન્ટેક્ટ લીસ્ટના તમામ વ્યક્તિઓને કોલ કે વોટ્સએપ મેસેજ કરીને જાણ કરી દેવી અને Setting માંથી જે તે આપેલી પરમીશન Off કરી દેવી અને લોનની એપ્લીકેશન તાત્કાલિક અનઇન્સ્ટોલ કરી દેવી.આવા પ્રકારના સાયબર ફ્રોડથી સાવચેત રહેવું અને જો કોઇની સાથે સાયબર ક્રાઇમ લગત સોશિયલ મિડી