વોટસએપમાં મહિલા યુઝર્સને ધ્‍યાનમાં રાખીને નવું ‘એઆઇ' ચેટબોટ લોન્‍ચ કર્યુઃ કિશોરાવસ્‍થામાં થતા શારીરિક ફેરફાર અને હેલ્‍થ સંબંધિત માહિતી મેળવી શકશેઅલગ-અલગ વિષય ઉપર વોટ્‍સએપના માધ્‍યમથી સવાલો પૂછી શકશે


નવી દિલ્હી: ચેટિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે હંમેશા નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. જેનાથી તેમને પ્લેટફોર્મ પર સતત મજેદાર ચેટિંગ ઓપ્શન્સ મળતા રહે. આ વખતે વોટ્સએપે પોતાના મહિલા યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવું AI ચેટબોટ લોન્ચ કર્યું છે. બોલ બહેન નામનું આ ચેટબોટમાં વોટ્સએપની મહિલા યૂઝર્સ કિશોરાવસ્થામાં થઈ રહેલા શારીરિક ફેરફાર અને પોતાના હેલ્થ સંબંધિત તમામ સવાલોની માહિતી મેળવી શકશે.
ગર્લ ઈફેક્ટ સાથે કરી ભાગીદારી
વોટ્સએપે પોતાના મહિલા યૂઝર્સને આ ફીચર આપવા માટે ગર્લ ઈફેક્ટ સાથે ભાગીદારી કરી છે. આ ચેટબોટને એવી રીતે તૈયાર કરાયું છે કે મહિલાઓને હેલ્થ સંબંધિત તમામ જાણકારીઓની સાથે જ કિશોરાવસ્થાની છોકરીઓ કે જેમને સામાન્ય રીતે કઈ પણ પૂછતા શરમ આવતી હોય છે તે પણ તમામ સવાલ પૂછી શકે છે. આ ચેટબોટમાં કિશોરાવસ્થામાંથી પસાર થતી છોકરીઓ અલગ અલગ ટોપિક પર અનેક સવાલ પૂછી શકે છે.
આ નંબર પર મળશે સર્વિસ
બોલ બહેન (Bol Behen) ચેટબોટનો ઉપયોગ કરવા માટે વોટ્સએપના મહિલા યૂઝર્સે વોટ્સએપ પર +917304496601 નંબર પર 'Hi' મોકલવાનું રહેશે. આ લિંક (https://wa.me/917304496601) પર ક્લિક કરવાનું રહેશે.
કોને થશે ફાયદો
વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર નિર્મિત, AI ચેટબોટ (Bol Behen) હિંગ્લિશમાં 24/7 ઉપલબ્ધ છે. તે ભારતના તે હિન્દી બેલ્ટના કિશોર છોકરીઓ અને યુવા મહિલાઓને સર્વિસ આપવા માટે બનાવવામાં આવ્યું છે જે સામાન્ય રીતે ઈન્ટરનેટનો ખુબ જ મર્યાદિત ઉપયોગ કરે છે.
આ રીતે કામ કરે છે Bol Behen ચેટબોટ
વોટ્સએપ પર Bol Behen ચેટબોટ લિમિટેડ યૂઝર્સ માટે રજૂ કરાયું છે અને તેનો ઉપયોગ હાલ બીટા વર્ઝન ઉપર જ થઈ શકે છે. સારી વાત એ છે કે Bol Behen ચેટબોટ મોબાઈલ અને વેબ વર્ઝન એમ બંને જગ્યાએ ઉપલબ્ધ થશે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ચે