: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ તા. ૨ ના રોજ સવારે ૧૧ કલાકે ત્રિકોણબાગ ખાતે પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ધરણા કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો મોંઘી દાળ, મોંઘુ તેલ સઘળો છે, ભાજપનો ખેલ, મોંઘવારીની ભેટ આપે સદાય કરો હવે ભાજપને વિદાય, પેટ્રોલ-ડીઝલના મોંઘા કર્યા દામ, ભાજપનું રામ બોલો ભાઈ રામ જેવા પ્લેકાર્ડ દ્વારા વિરોધ દર્શાવવી સૂત્રોચ્ચારો કર્યા હતા.
આ ધરણામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, મહેશભાઈ રાજપૂત, ભરતભાઈ મકવાણા, દિપ્તીબેન સોલંકી, ભાર્ગવભાઈ પઢીયાર, ગોપાલભાઈ અનડકટ, ફ્રન્ટલ-સેલ ચેરમેનો મનીષાબા વાળા, રણજીતભાઈ મુંધવા, આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, ઘનશ્યામભાઈ મકવાણા, મયુરસિંહ પરમાર, વોર્ડ પ્રમુખ શૈલેશભાઈ સાકરિયા, કેતનભાઈ જરીયા, જગદીશભાઈ ડોડીયા, નરેશભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટરો અતુલભાઈ રાજાણી, રવજીભાઈ ખીમસુરીયા, નીલેશભાઈ મારૂં, જગદીશભાઈ સાગઠીયા, હિમતભાઇ મૈયાત્રા, રવિભાઈ ડાંગર, રમેશભાઈ વઘેરા, હીરાભાઈ ચાવડા, પરેશભાઈ સોલંકી, મનુભાઈ કોટક, અરવિંદભાઈ મુછડિયા, જયોત્સનાબેન ભટ્ટી, ચંદ્રિકાબેન વરાણીયા, જયાબેન ચૌહાણ, ફેમીબેન, ટીનાબેન, મુકુંદભાઈ ટાંક સહિતના આગેવાનો કાર્યકરો ધરણામાં જોડાયા હતા તેમ કોંગ્રેસની સત્તાવાર યાદીમાં જણાવાયું છે