આમાં ક્‍યાંથી ભણશે ગુજરાત ? પેપર ફુટવા, પેપર લીક થવા અને પેપર ચોરીની મોસમ

હવે પ્રાથમિક શાળાના ધો. ૬ થી ૮ના પેપરની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરના નેસવડ ગામની શાળામાં તસ્‍કરો ત્રાટક્‍યા હતા અને પેપર ચોરી જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
:ભાવનગરના તળાજા તાલુકાના નેસવડ ગામમાંથી પેપરોની ચોરીની ઘટના સામે આવી છે. નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી ધોરણ ૬ થી ૮ના પેપરોની ચોરી થઈ છે. પેપરોની ચોરી થતા શાળાના આચાર્યે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરી છે. જેના કારણે રાજયભરની સરકારી શાળાઓમાં આજે અને આવતીકાલની ધોરણ ૭ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.ᅠ
નેસવડની શાળામાં ગઈકાલે બિલ્‍ડીંગના એક રૂમનો દરવાજો ખુલ્લો હતો. શિક્ષકોએ લગાવેલ તાળું તોડીને કોઈ શખ્‍સો સ્‍કૂલમાં પ્રવેશ્‍યા હતા. રૂમમાંથી પ્રવેશ કરતા લોખંડની બારી પણ તૂટેલી જોવા મળી હતી. ધોરણ ૬થી ૮ના પેપર મૂકેલા રૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્‍યો હતો. આ રૂમમાં ધોરણ ૬થી ૮ના ૮૮ પેપર મૂકવામાં આવ્‍યા હતા. તપાસ કરતા તમામ કવરમાંથી પેપર ઓછા હોવાનું સામે આવ્‍યું. ધોરણ ૭ના ૨૧ અને ધોરણ ૮નું એક પેપરની ચોરી થઈ. બારીમાંથી પ્રવેશ કરીને કોઈ શખ્‍સે પેપરની ચોરી કરી હતી.
પેપર ચોરી મામલે શિક્ષક દેવરાજ ભાઈએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદ થતા LCB, સ્‍થાનિક પોલીસ કામે લાગી છે. છતા શિક્ષણ વિભાગના પેટનુ પાણી હાલતુ નથી. પરંતુ આ વચ્‍ચે રાજયની આજે અને આવતીકાલની ધોરણ ૭ની પરીક્ષા રદ કરાઈ છે.ᅠ
રાજયમાં હાલમાં ધોરણ ૬થી ૮ની પરીક્ષા ચાલી રહી છે. ત્‍યારે પ્રાથમિક શાળાની પરીક્ષાના પેપરોની ચોરી થઈ છે. પેપરોની ચોરી થતા LCB, સ્‍થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. પેપર ચોરી થવા મામલે ઝી ૨૪ કલાક સાથે ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યુ કે, ગામની શાળામાંથી અસામાજિક તત્‍વોએ પેપરોની ચોરી કરી છે. શાળાના નહી પરંતુ શાળાની બહારના લોકોએ પેપરોની ચોરી કરી છે. આ મામલે શાળાન