કેમિકલ વાળું ટેન્કર અને પાવર થી ભરેલા ટ્રેલર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે જ આગ લાગી ગઈ હતી .

સામખીયાળી થી રાધનપુર જતા ગેઇલ ઇન્ડિયા કંપની ના હાઈવે પર લગભગ ૧૨:૩૦ થી ૦૧:૦૦ વાગ્યા ની વચ્ચે આ ઘટના નો બનાવ બન્યો હતો . કેમિકલ વાળું ટેન્કર અને પાવર થી ભરેલા ટ્રેલર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે જ આગ લાગી ગઈ હતી . ટ્રક માં આગ લાગતા એક ક ટ્રક ચાલક નું ઘટના સ્થળે જ સળગી ને મૃત્યુ થયું હતું જયારે બાકી ના બે ચાલકો ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . ઘટના ની જાણ થતા આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( અણુશક્તિ ડીવીસીઓન ) ભચાઉ ની ટીમ ઘટના સથળે પહોંચી ને આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર આજે રવિવારે 11.45 વાગ્યાના અરસામાં કંડલા તરફથી માલ ભરેલું ટ્રેલર રાધનપુર તરફ આગળ વધી રહ્યું હતું . ત્યારે સામેના માર્ગેથી સામખીયાળી બાજુ જતું કેમિકલ ભરેલું ટેન્કર કોઈ કારણોસર સામે આવી ગયું હતું અને બંને માર્ગની વચ્ચે રહેલા ડિવાઈડર પર ચડી ગયા હતા . લાકડીયા પીએસઆઇ એન.કે. ચૌધરી તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ગેલ કંપનીના ફાયર વિભાગને બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નશીલ બન્યા છે .