રાજકોટમાં સુરતના વેપારીની લાખાજીરાજ રોડ ઉપર રિક્ષામાં ભુલાયેલી બેગ શહેર પોલીસ દક્ષિણ વિભાગની મહીલા શી ટીમેં પરત અપાવી: ઈમાનદાર રિક્ષાચાલકનું પણ સન્માન

શહેર પોલીસના દક્ષિણ વિભાગની શી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાખાજીરાજ મેઇન રોડ પર આવતા એક રીક્ષા ચાલકે શી ટીમનેબરોકી અજાણ્યુ કિમતી સામાનથી ભરેલ બેગ રીક્ષામા ભુલાયાનુ જણાવતા તુરંતજ રીક્ષા ચાલકને બેગ સાથે એ ડીવીઝન પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા બેગમા જોતા સુરત ગ્લોબલ એક્ષેલ માર્કીટનુ કાર્ડ હોય જેનાથી મુળ માલીકનો કોન્ટેકટ મેળવી ખરાઇ કરી જેમનુ તેમ બેગ મુળ માલીકને પરત સોંપી તેમજ રીક્ષા ચાલકની ઇમાનદારી સ્ટાફ દ્વારા બીરદાવી મહીલા શી ટીમ દક્ષીણ વિભાગ દ્વારા પ્રશંશનીય કામગીરી કરવામાં આવી છે. બેગના માલિકનું નામ અજયભાઇ ધીરૂભાઇ ડોબરીયા (ઉ.વ.૪૭ ધંધો. વેપાર રહે.હીરાબાગ વરાછા રોડ સુરત) છે તથા રીક્ષા ચાલકનું નામ ગોવિંદભાઇ ઉકાભાઇ વધેરા (ઉ.વ.૬૧, રહે. આંબેડકરનગર ૮૦ ફુટ રોડ નવા થોરાળા રાજકોટ શહેર) છે.
ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર એસ બારૈયાની સુચના અન્વયે મહીલાઓને લગતા અનિચ્છનીય બનાવ ન બને તેમજ ચોરી,લુંટ તેમજ જાહેર જનતાને નુકશાન પહોંચે તેવા બનાવ અટકાવવા શી ટીમની પોલીસ વેનના કર્મચારીઓ પો.કોન્સ મેઘનાબેન મહિપતભાઇ ગોહેલ તથા પો.કોન્સ જાગૃતિબેન કેશુભાઇ મકવાણા તથા ડ્રાઇવર ઘર્મરાજસિંહ જાડેજા તથા એ ડીવી.પો.સ્ટશન ટીમે આ કામગીરી કરી હતી.