13 જૂન સુધી ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે કામના સમાચારસુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 10 જૂન, 2022 થી 13 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 12.06.2022 અને 13.06.2022 ના રોજ રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરાન્તો એક્સપ્રેસ 10.06.2022 અને 11.06.2022 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી દોડશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022 ના રોજ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10.06.2022 અને 11.06.2022ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા - ભાવનગર એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022ના રોજ સુરે