દેવભૂમિ દ્વારકા ૧૦૮ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી

ઓખા થી વાહનમાં આવી રહેલ સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા
૧૦૮ની ટીમે કરાવી પ્રસુતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૮ની ટીમ દ્વારા સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા ૧૦૮ની અંદર જ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

ઇએમટી પૂજાબેન પરમારે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના ઓખાથી વાહનમાં આવી રહેલા સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા ૧૦૮ની ટીમને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમ એટલે કે હું અને પાઇલોટ આશોકભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે, મહિલાનું બીપી વધુ પ્રમાણમાં છે. અને પગમાં સોજા પણ વધુ જોવા મળ્યા હતા. મહિલાને વધુ પીડા થતા ૧૦૮માં જ પ્રસુતિ કરાવવી પડે તેમ હતી.

બાળકનો જન્મ થતા બાળકનું પણ વજન પ્રમાણમાં ઓછું હતું. બાળક અને માતાને ૧૦૮ની ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકામાં ૧૦૮ની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઘણી જ પ્રશંસા થઈ રહી છે.